માનવ કલ્યાણ યોજના
આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહ ને પુરતી આવક અને સ્વરોજગાર ઉભા કરવા માટે ઓજાર/સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યક્તિઓ/કારીગરોની આર્થિક સ્થિતિ સુધારા માટેની અગાઉની સ્વરોજગાર યોજનાને બદલે શરુ કરવામાં આવી છે.
આમાં બ્યુટીપાર્લર, દૂધ-દહીં વેચનાર, પાપડ બનાવટ વગેરે જેવા ૧૦ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે રુ. ૬,૦૦,૦૦૦/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે જરૂરિ સાધન/ઓજાર સહાય આપવામાં આવે છે. લાભાર્થીએ ઈ-કુટીર પોર્ટલ ઉપર https://e-kutir.gujarat.gov.in/ ઓનલાઇન અરજી કરવાની હોય છે.
અરજી કરવા માટે શું પાત્રતા રહેશે?
- ઉમર: ૧૮ વર્ષ થી ૬૦ વર્ષ શુધી
- અરજી કરનાર ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ.
- મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
- અરજદાર ઓછામાં ઓછું ધોરણ 8 પાસ હોવો જરૂરી છે.
- યોજનામાં ITI/ડિપ્લોમા ધારકોને પ્રાથમિકતા આપવામાં આવે છે.
- એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નોંધણી કરેલી હોવી જોઈએ.
- વ્યક્તિના કુટુંબમાંથી કોઈએ પણ સરકારી નોકરીમાં ના હોવું જોઈએ.
- કુટુંબમાંથી અન્ય સભ્યોએ યોજના અંગેની અરજી કરેલ ન હોવી જોઈએ.
- આવક મર્યાદા:
માનવ કલ્યાણ યોજના અંતર્અગત નુ.જાતી પૈકી અતિ પછાત વર્ગની ૧૨ જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પૈકી અતિ પછાત તેમજ વિચારતી અને વિમુક્ત જાતિઓ માટે કોય આવક મર્યાદા લાગુ પડશે નહિ. તેમજ આ જાતી ધરાવતા અરજદારોએ માત્ર જાતી પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને તેઓએ આવકનો દાખલો રજુ કરવાનો રહેશે નહિ.
અથવા
અથવા અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે રૂ. ૬ લાખ સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
ટૂલકિટ સહાય (ઇ-વાઉચર દ્વારા) કોને કોને મળવા પાત્ર છે?: –
તા. ૦૧/૦૭/૨૦૨૪ ના ધારવ મુજબ ૧૦ ટ્રેડ માટે લાભાર્થીને ઈ-વાઉચર દ્વારા તૂલકીટની સહાય મળવા પાત્ર થશે.
માનવ કલ્યાણ યોજના હેઠળ આવરી લીધેલ ૧૦ ટ્રેડના નામ અને તેમને મળવા પાત્ર તુલકીટ :
૧. દૂધ દહીં વેચનાર | ૬. પ્લમ્બર કામ |
૨. ભરત કામ કરનાર | ૭. સેન્ટીંગ કામ |
૩. બ્યુટીપાર્લર ચલાવનાર | ૮. ઇલેક્ટ્રિશિયન કામ |
૪. પાપડ બનાવટ | ૯. અથાણા બનાવટ |
૫. વાહન સર્વીસીંગ અને રીપેરીંગ | ૧૦. પંચર કીટ |
ઉપરોક્ત જણાવેલ તમામ કામદારીઓ ને આ તમામ કીટ મળવા પાત્ર છે. જો કોઈ પણ વ્યક્તિ અરજી કરવા ઇચ્છતા હોય તો તે સરકાર દ્વારા આપવામાં આવેલી ઓફીશીયલ વેબસાયટ પર જાય ને અરજી કરી શકે છે.
અરજી કરવાની પ્રક્રિયા:
અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન રહેશે.
અરજી કરવાની પ્રક્રિયા:
મોટાભાગની સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે વ્યક્તિ પાસે અમુક જરૂરી દસ્તાવેજો હોવા અનિવાર્ય છે. જેના દ્વારા તે જે-તે યોજનામાં સરળતા પૂર્વક અરજી કરી શકે.
જેટલા પણ લોકો માનવ કલ્યાણ રોજગારી સહાય યોજના માટે અરજી કરવા માંગતા હોય, તેઓ અહીં નીચે દર્શાવેલા તમામ ડોક્યુમેન્ટ્સને ભેગા કરી લો.
- અરજદારનું આધાર કાર્ડ
- જાતી પ્રમાણપત્રની નકલ
- વ્યક્તિના રહેઠાણનો પુરાવો
- તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટા
- છેલ્લી પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર
- તાલીમ/કૌશલ્ય પ્રમાણપત્રો
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- વિકલાંગતા પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
- વિધવા પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
માનવ કલ્યાણ યોજનાના મુખ્ય લાભ
આમ તો મોટાભાગની દરેક પ્રકારની સરકારી યોજનાઓમાંથી સામાન્ય પ્રજાને ઘણા બધા લાભ પ્રાપ્ત થતા હોય છે. પરંતુ એક યોગ્ય રોજગાર ઉભો કરવા માટે આ યોજનાને ઉત્તમ ગણી શકાય છે.
દેશમાં જે ગરીબી રેખાની નીચે જીવતો એક મોટો વર્ગ છે તેઓ માટે આ યોજના આશીર્વાદ રૂપ છે. સમાજ કલ્યાણ માટે યોજના મહત્વપૂર્ણ છે, યોજનાના કારણે અહીં નીચે દર્શાવેલા ફાયદાઓ થતા જોવા મળે છે.
- આ યોજનાથી બેરોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાધનો અને તાલીમ આપવામાં આવે છે.
- લાભાર્થીઓને વ્યવસાય માટે જરૂરી ટૂલકીટ 90% સબસિડી સાથે આપવામાં આવે છે.
- તાલીમ પૂર્ણ થયા બાદ સર્ટિફિકેટ આપવામાં આવે છે જે ભવિષ્યમાં ઉપયોગી થાય છે.
- દરેક લાભાર્થીને વિનામૂલ્યે વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે.
- વ્યવસાય માટે માર્કેટિંગ સપોર્ટ પણ પૂરો પાડવામાં આવે છે.
- આ યોજના હેઠળ બેંક લોન મેળવવામાં સહાય કરવામાં આવે છે.
- સ્વરોજગારી શરૂ કરવા માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.
- SC/ST/OBC વર્ગના લોકોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે.
- મહિલા લાભાર્થીઓને પણ અગ્રતા આપવામાં આવે છે.
- ટૂલકીટની પસંદગી લાભાર્થીની રુચિ અને કૌશલ્ય મુજબ કરવામાં આવે છે.
- વ્યવસાય શરૂ કર્યા પછી પણ સતત માર્ગદર્શન અને સપોર્ટ મળે છે.
- સરકારી યોજનાઓ સાથે જોડાણ કરી આપવામાં આવે છે.
- લાભાર્થીઓને વીમા કવચ પણ પૂરું પાડવામાં આવે છે.
- નાના વ્યવસાયકારોને GST રજિસ્ટ્રેશન અને અન્ય કાનૂની પ્રક્રિયાઓમાં મદદ કરવામાં આવે છે.
- સફળ થયેલા લાભાર્થીઓ દ્વારા નવા લાભાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવે છે.
આ યોજના દ્વારા લાભાર્થીઓને સ્વનિર્ભર બનવાની અને સારી આવક મેળવવાની તક મળે છે. જેનો લાભ લઈને તમે પણ આર્થિક રીતે આગળ વધી શકતા હોવ છો.